પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે સંસદમાં રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને જનવિરોધી અને ગરીબ વિરોધી બજેટ ગણાવીને આકરી પ્રતિક્રિયા આપી છે. વિધાનસભામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન મમતાએ કહ્યું કે સામાન્ય બજેટમાં બંગાળ સાથે ફરીથી સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી પશ્ચિમ બંગાળની ઈર્ષાકરે છે.
મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળને કોઈની ભિક્ષાની જરૂર નથી. ત્યારે બંગાળની જનતા આનો જવાબ આપશે. મમતાએ કહ્યું કે સામાન્ય માણસ અને ગરીબો માટે બજેટમાં કંઈ નથી. બંગાળ સાથે ફરીથી સંપૂર્ણપણે ભેદભાવ કરવામાં આવ્યો છે. બંગાળનું કેન્દ્રને 1.71 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે, પરંતુ બજેટમાં આપણા રાજ્યને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમજ બેનર્જીએ કહ્યું કે બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ પ્રાધાન્ય આપવાના સવાલ પર મમતાએ કહ્યું કે અમને તેની સામે કોઈ વાંધો નથી પરંતુ બંગાળ સહિત અન્ય રાજ્યો સાથે ભેદભાવ ન થવો જોઈએ. આ સંપૂર્ણપણે રાજકીય બજેટ છે. મમતાએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળની ઈર્ષ્યા કરે છે.