Gujarat Weather Update: રાજયમાં હાલ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે તેમજ ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ બનેલી છે જેના કારણે અતિભારેથી ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં છે. તેમજ આણંદની આજુબાજુના અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આણંદ જિલ્લા માટે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સાથે સાથે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, દ્વારકા તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. તેમજ આજે ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, તાપી તથા સૌરાષ્ટ્રના ઉપરોક્ત આપેલા સિવાયના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરાવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આગામી ત્રણ દિવસની આગાહી
આગામી ત્રણ દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની હાલ બે સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે..વરસાદની પરિસ્થિતિ જોતા માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન કરાયું છે.
24 જુલાઈનાં રોજ ક્યાં વરસાદની આગાહી
રાજયના અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
25 જુલાઇનાં રોજ ક્યાં ક્યાં વરસાદની આગાહી
રાજયના ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે તેમજ ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે
26 જુલાઈનાં રોજ ક્યાં ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી
રાજયના અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે તેમજ ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નહીં