છેલ્લા એક અઠવાડિયાથી મેધરાજા ગુજરાતના અનેક તાલુકામાં મહેર વરસાવી રહ્યા છે ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા સ્ટેટ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી..તેમજ SEO ખાતે મુખ્યપ્રાધન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગ, NDRF, SDRF અને કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક કરી અને વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી
યોજાયેલી આ બેઠકમાં રાજ્યના ચીફ સેકેટરી, માર્ગ મકાન વિભાગ અધિકારીઓ, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ અને રાહત કમિશનર હાજર રહ્યાં હતા. તેમજ મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સાત જિલ્લાઓના કલેક્ટરો અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય, અન્ન પુરવઠો વગેરેની સુવિધા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાણકારી મેળવી હતી
NDRF અને SDRFની ટીમ બચાવ, રાહત અને રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક તંત્રની મદદમાં તૈનાત છે તે અંગેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી. આ વરસાદી આફતનો ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે સામનો કરવા તેમજ હવામાન વિભાગની વખતો વખતની સૂચનાઓ મુજબ આગોતરા રાહત-બચાવ ઉપાયો માટે તેમણે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો.
અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તરત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. આ સાથે આવનારા દિવસોમાં ચોમાસામાં જો હજુ વધુ વરસાદ પડે તો પણ આજ સતર્કતા સાથે કાર્યરત રહેવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું