રાજયમાં અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી રહ્યાં છે ત્યારે હવે અમદાવાદમાં પણ મેઘરાજાની ફરી એકવાર પધરામણી થઈ છે શહેરના વસ્ત્રાપુર, ગુરૂકુળ, સુભાષચોક, પકવાન ચાર રસ્તા, બોડકદેવ SG હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદી મોસમ જામ્યો છે. તેમજ SG હાઇવે, બોપલ, આંબલી સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે.
તમને જણાવી દઇએકે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસાદથી SG હાઇવે, બોપલ જેવા વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યા પણ ઉભી થઇ હતી. પરતું લાબાં સમય બાદ વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો