ઉત્તરાખંડના મદમહેશ્વર મંદિર પાસે ઓછામાં ઓછા 50 શ્રદ્ધાળુઓ ફસાયેલા હોવાનું કહેવાય છે.મળતી માહિતી પ્રમાણે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે આ યાત્રાળુઓ અને સ્થાનિક લોકો ફસાયેલા છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે મદમહેશ્વર મંદિરની યાત્રા રોકી દેવામાં આવી હતી. ગુરુવારે આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ભૂસ્ખલન થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વરસાદને કારણે માર્કંડા નદી પર બનેલો અસ્થાયી લાકડાનો પુલ ધોવાઈ ગયો હતો, જેના કારણે મંદિરની યાત્રામાં વિક્ષેપ પડ્યો હતો. મદમહેશ્વર મંદિર ઉત્તરાખંડના પંચ કેદાર મંદિર સમૂહનો એક ભાગ છે અને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. આ મંદિર 11,473 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.
હવામાન વિભાગ (IMD) એ પણ દેહરાદૂન અને બાગેશ્વર માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણી બાદ શુક્રવારે શહેરની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ દેહરાદૂનના ડીએમ દ્વારા જારી કરવામાં આવ્યો છે. દેહરાદૂનમાં ધોરણ 1 થી 12 સુધીની સરકારી અને ખાનગી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ રૂદ્રપ્રયાગ જિલ્લાના મદમહેશ્વર મંદિરના ટ્રેકિંગ માર્ગ પર એક પુલ તૂટી પડ્યો હતો. જે બાદ 300 શ્રદ્ધાળુઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
મધ્યમહેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર પંચ કેદારમાંનું એક છે. આ મંદિર 3497 મીટરની ઉંચાઈ પર છે અને આ મંદિરની ઘણી ઓળખ છે. પંચ કેદાર તીર્થ પરિક્રમાનું આ ચોથું મંદિર છે. આ ઉપરાંત પંચ કેદારમાં દારનાથ, તુંગનાથ અને કપિલેશ્વર વગેરે છે. આ મંદિર મનસુના ગામમાં છે. પૌરાણિક માન્યતા છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની એક તરફ હિમાલય છે અને બીજી બાજુ લીલાછમ ઘાસના મેદાનો છે.