Gujarat Weather Update: રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ (Heavy rains) વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ( Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરીને કયા વિસ્તારમાં કેવો વરસાદ થઈ શકે છે તે અંગેની માહિતી આપી છે
હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, શનિવારે પણ વરસાદનું જોર ઘટેલું રહેવાની શક્યતાઓ છે, વાતાવરણ ખુલ્લું થશે અને વરાપ જેવો માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તિવ્રતામાં ઘટાડો થશે. જોકે, રવિવારથી વરસાદની તિવ્રતામાં ભયંકર વધારો થશે. તેમજ રાજ્યના બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી અને પૂર્વ કચ્છના ભાગોનો સમાવેશ થાય છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના કેટલાક તાલુકા એવા છે કે જ્યાં નબળો વરસાદ રહ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં 3થી 7 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 28 અને 29 જુલાઈ બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જેમાં ભારે વરસાદ રવિવારે 28 જુલાઈએ થાય તેવી શક્યતાઓ છે. રાજ્યના 91 ટકા વિસ્તારમાં સારો વરસાદ થયો છે પરંતુ 9 ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ, વડોદરા અને મધ્યપ્રદેશ બોર્ડર સાથે જોડાયેલા મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુરમાં પણ રવિવારે સારા વરસાદની સંભાવનાઓ છે.