Rajkot Police: રાજકોટના કિશાનપરા ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ કાળા કાચ અને નંબરપ્લેટ વગરની ત્રણ કાર લઈને નીકળ્યા હતા. આ કારને અટકાવી ડિટેઇન કરતાં ભાજપ કાર્યકરોએ ખેસ પહેરી ટ્રાફિક ડીસીપી સાથે રસ્તા વચ્ચે બોલાચાલી કરી હતી. જોકે ટ્રાફિક ડીસીપી ટસના મસ ન થયાં અને ત્રણેય કાર ડિટેઇન કરી હતી.
છેલ્લા કેટલાક દિવસથી રાજયમાં કોઈને કોઈ એવી ઘટના સામે આવે જેમાં ભાજપ નેતા, કે કાર્યકરનું નામ સામેલ હોય. તાજેતરમાં ભૂતકાળના અસારવા વોર્ડના ભાજપના પ્રમુખ જયેશ ભાવસારનું નામ ચર્ચામાં હતું તો હવે આજે
એક નવો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ (Rajkot)માં યુવા મોરચા (Yuva Morcha)ના ઉપપ્રમુખની ગાડી ડિટેઇન (Car Detained) કરવામાં આવી હતી. જે બાદ પોલીસ (Rajkot Police) સાથે હોબાળો શરુ કરી દીધો હતો.રાજકોટ (Rajkot)માં ગઇકાલે કિસાનપરા ચોકમાં ટ્રાફિક પોલીસ (Traffic Police) ધ્વારા કળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓને લઈને ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી જયવીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ કિશાનપરા ચોક ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન કાળા કાચવાળી અલગ અલગ 3 ગાડી નંબરપ્લેટ વગર પસાર થતાં તેમને અટકાવી ડિટેઇન કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે આ ત્રણેય ગાડીઓમાં શહેર ભાજપના યુવા મોરચાના હોદેદારોની પ્લેટ લગાવવામાં આવી હતી. આ સમયે ત્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તેમણે પોલીસને દબાણ કર્યું હતું. પરંતુ પોલીસ ગાડી છોડવા તૈયાર હતી નહિ…ત્યારે સવાલ એ થાય છે કે ભાજપના નેતા અને કાર્યકર્તાઓને કોઈ કાયદા લાગુ પડતાં નથી ?