Gujarat Weather Update: ગુજરાતમાં આજે (29મી જુલાઈ) સવારથી ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે , ગુજરાતમાં સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નોર્થ ઇસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છની આસપાસ એક સાયક્લોનિક સરક્યુલેશન બનેલું છે અને તેની સાથે શિઅર ઝોન બનેલું છે તથા ઓફસોર ટ્રફ બનેલું છે. જેના કારણે ગુજરાતમાં આજે તમામ તાલુકામાં અતિ ભારેથી ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે.
હવામાનની માહિતી પ્રમાણે આજે જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તથા જુનાગઢ, ગીરસોમનાથ, મોરબીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ત્રીજાથી પાંચમા દિવસ સુધીમાં નવસારી, વલસાડ, તાપી અને દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં બે દિવસ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.