હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં સાંબેલાધારે તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે (30 જુલાઈ)બપોરે ચાર વાગ્યા સુધીમાં માત્ર કચ્છ જિલ્લામાં જ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ સિવાયના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ છે. એટલે કે કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.તેમજ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દ્વારકા, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ચાર વાગ્યા સુધી જ્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ નથી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે
આ સાથે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની સ્થિતિ રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.