હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. તો અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યાં છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અબડાસા તાલુકામાં 4 કલાકમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે અબડાસાના નલિયા ,કોઠારા ,વરાળિયા,તેરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેમજ ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મળી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી વરસી રહેલા વરસાદને કારણે ભચાઉ અને માંડવીમાં દોઢ ઇંચ વરસાદ જેટલો વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી રહ્યો છે.
આ સાથે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની સ્થિતિ રહેશે. કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા જામનગર, પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેથી ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.