School Bus Accident: રાજસ્થાનના ચુરુ જિલ્લામાં બુધવારે સ્કૂલના બાળકોથી ભરેલું પીકઅપ વાહન પલટી જતાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા હતા જ્યારે 30 અન્ય બાળકો ઘાયલ થયા હતા. ,પોલીસે જણાવ્યું હતું કે સહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેઘસરથી ઝડસર ગજિયા રોડ પર શાળાના બાળકોથી ભરેલું પીકઅપ વાહન પલટી જતાં એક બાળક સહિત બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય 30 બાળકો ઘાયલ થયાં હતાં.
ઇજાગ્રસ્તોમાંથી 20 બાળકોને તારાનગર ઉપ-જિલ્લા હોસ્પિટલમાં, પાંચ બાળકોને ખાનગી હોસ્પિટલમાં, એક બાળકને સાહવા અને એક ગંભીર રીતે ઘાયલ બાળકને જયપુર ખસેડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે તેમજ હાલ પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે.