Ambaji Bandh: યાત્રાધામ અંબાજીમાં અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લુખ્ખા તત્વો ત્રાસ વધી ગયો છે. ચેઇન સ્નેચિંગ, મોબાઇલ ચોરી અને પથ્થરમારાના બનાવો દિવસે ને દિવસે વધવા પામ્યા છે.તેમજ તાજેતરમાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના મોટાભાઇ જીતુભાઇ પટેલના મેડિકલ સ્ટોરમાં અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા. જેને લઇને બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી. શક્તિપીઠ અંબાજીમાં વધતા જતા અસામાજિક તત્ત્વોના આતંકના લીધે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે.
અંબાજીના વેપારીઓએ ગઈકાલે બપોરે માનસરોવર ખાતે મિટિંગ યોજી હતી. જેમાં મોટા ભાગના વેપારીઓ ભેગા થઈને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવા જેવી અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી અને અંબાજી ગામ બંધ રહેશે તેવું અંબાજીના વેપારીઓએ નક્કી કર્યું હતું. અંબાજી પોલીસ સાથેની બેઠક બાદ સમગ્ર અંબાજી બજાર બંધ અને ચાલુને લઇ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ સાથે રાત્રીના સમયે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને આખરે અંબાજી બંધ રાખવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. તેમજ અંબાજી પોલીસ સ્ટેશનમાં વેપારીઓએ સાથે અંબાજી પોલીસે મિટિંગ યોજી હતી.
અંબાજી પોલીસ સાથેની બેઠક બાદ સમગ્ર અંબાજી બજાર બંધ અને ચાલુને લઇ ચર્ચાએ જોર પકડ્યું હતું. રાત્રીના સમયે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ ગ્રામજનો અને વેપારીઓની નાની-મોટી મિટિંગોનો દોર ચાલુ થઈ ગયો હતો અને આખરે અંબાજી બંધ રાખવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. આજે વહેલીથી બજારોથી જ બજાર સજ્જડ બંધ રહ્યું હતું. ક્યાંક છૂટી છવાઇ ચાની ટપરીઓ ચાલું જોવા મળી હતી પરંતુ વેપારીઓ દ્વારા સમજાવવામાં આવતાં શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરવામાં આવ્યું છે. અસામાજિક તત્વોથી હેરાન-પરેશાન વેપારીઓ આજે મોટી સંખ્યામાં એકઠા થઇને પોલીસ મથકે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું છે. અંબાજી પોલીસે પણ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે અંગે આશ્વાસન આપ્યું હતું. આ બંધના આંદોલનમાં 200 જેટલા સ્થાનિક ટેક્સી ચાલકો પણ જોડાયા હતા. જેના લીધે દૂર દૂરથી દર્શને આવનાર યાત્રાળુને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે