Gujarat Weather Update: ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં બીજા દિવસે પણ મેઘમહેર (Gujarat Rain) યથાવત્ છે. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં 8 મિ.મી., વલસાડના કપરાડા અને વાપીમાં 4 મિ.મી., સાબરકાંઠાના વડાલીમાં 3 મિ.મી. અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 મિ.મી. વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાત દિવસ માટે હળવાથી સામાન્ય વરસાદનું પુર્વાનુમાન આપવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં પાંચ દિવસ માછીમારો માટે ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ(Gujarat Rain Forecast)ની માહિતી પ્રમાણે બીજી ઓગસ્ટથી ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ પ્રમાણે, બીજી ઓગસ્ટના રોજ ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ હવામાન આગાહી પ્રમાણે , ત્રણથી ચાર ઓગસ્ટના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.
તેમજ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે પાંચમી ઓગસ્ટ પ્રમાણે, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ તથા ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગ આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ માટે માછીમારો માટેની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.