ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે.. ગુજરાતમાં (Gujarat) સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (elections) નજીક આવી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતના મંત્રી મંત્રીમંડળના વિસ્તરણની (cabinet expansion) અટકળો ચાલી રહી છે. ત્યારે અર્જૂન મોઢવાડિયાની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ હતી.
અર્જુન મોઢવાડિયાએ દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. જો કે અન્ય નેતાઓની જેમ જ મોઢવાડિયાએ આ સૌજન્ય મુલાકાત ગણાવી હતી. ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.
મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ નેતાને પક્ષ પલટા વખતે જ મંત્રીપદનું કમિટમેન્ટ કરેલું હોવાથી તેમને મંત્રી બનાવવા પડે તેમ છે.પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે ભાજપ પક્ષ પલટું નેતા મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન આપવામા આવશે કે નહીં તેમજ ગુજરાતના રાજકારણમાં શું નવા જુની ઓથાય છે તે જોવું રહ્યું..