Gujarat Accident: હાલ ગુજરાતમાં અવારનવાર અકસ્માતો બનાવો સામે આવતા રહે છે ત્યારે આજે અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે વડગામના તેનીવાડાના અધૂરિયા બ્રિજ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે સ્વિફ્ટ કાર ડિવાઇડર સાથે ભટકાઈ જતા ગાડીમાં સવાર પાંચ લોકોને પતિ પત્ની સહિત ત્રણ લોકો ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય બે લોકો ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે મહેસાણામાં રહેતો સુથાર પરિવાર રણુજા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો છે.
આ દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ મહેસાણામાં રહેતો આ પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા કરવા ગયો હતો ત્યારે વર્તી ફેરે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના અધુરીયા બ્રિજ પાસે કાર ડિવાઇડરમાં ઘૂસી ગઈ હતી.. પૂરઝડપે આવતી કાર ડિવાઇડરમાં ઘૂસી જતા કાળના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખૂલી ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકો પૈકી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા છે અને બે લોકોને ગંભીર રીતે બીજા પહોંચી છે તેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
વહેલી સવારે અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળે ટોળાએ એકઠા થઈ ગયા હતા.. તેમજ તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી.. મળતી માહિતી મુજબ પરિવારના ત્રણ મૃતક સદસ્યોને આવતીકાલે અંતિમ સંસ્કાર આપવામાં આવશે…