Delhi Liquor Scam Case: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે. મળતી માહિતી મુજબ કેજરીવાલ CBI દ્વારા ધરપકડ અને જામીન અરજીને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
હાઈકોર્ટના આદેશ બાદ હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર નહીં આવી શકે. સીબીઆઈ કેસમાં ધરપકડને ગેરકાયદેસર જાહેર કરતી અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. હાઈકોર્ટે જામીન માટે નીચલી કોર્ટમાં જવાનું કહ્યું છે.