અયોધ્યા ગેંગરેપ કેસ પર ફૈઝાબાદ (અયોધ્યા)ના સાંસદ અવધેશ પ્રસાદે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “આ ઘટના અત્યંત શરમજનક છે. સમાજવાદી પાર્ટી પીડિતાની સાથે ઉભી છે. જે કોઈ પણ આરોપી છે તેને સખતમાં સખત સજા મળવી જોઈએ, આરોપીઓને ફાંસી થવી જોઈએ. પાર્ટીમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની રજૂઆત કરવા કહ્યું છે. ટૂંક સમયમાં રિપોર્ટ આપો, રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે, સમાજવાદી પાર્ટીની માંગ છે કે સરકાર પીડિતા અને તેના પરિવારને સુરક્ષા પ્રદાન કરે અને તેમને ઓછામાં ઓછા 20 લાખ રૂપિયા આપે.”
તમને જણાવી દઈએ કે ગેંગ રેપનો આરોપી સમાજવાદી પાર્ટીના નેતા મોઈદ ખાન છે અને તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ મામલે સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર મોટા આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે આ એક ચૂંટણી ષડયંત્ર છે બીજું કંઈ નથી.