Gujarat Weather Update: ગુજરાત(Gujarat)ના દક્ષિણ ભાગના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)થઇ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લામાં બે દિવસ ગાજવીજ સાથેની ચેતવણી પણ આપવામાં આવી છે.
હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં(Gujarat) વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરાનગરમાં આજે વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઈ શકે છે. તેમજ આ સાથે હવામાન વિભાગના મતે આજે અમદાવાદ ઉપરાંત ભાવનગર, દ્વારકા, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની બીજા દિવસ માટેની આગાહીમાં જણાવાયું છે કે, આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી દમણ અને દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 8 અને 9 ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બે દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે. આ સાથે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે.