Gnadhinagar: રાજ્યમાં IAS ની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાત(Gujarat)નાં 10 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત છે. માહિતી મુજબ, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીની બદલી કરવામાં આવી છે. નૈમેશ દવેની વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. શ્વેતા તેવટીયાની GUVNLના ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
નર્મદા કલેકટર શ્વેતા ટીઓટિયાને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.વડોદરાના નિયામક તરીકે નિમણૂક કરાયા અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નિકાલ પર મૂકવામાં આવ્યા
ડો.રતનકનવર ગઢવીચરણની સાબરકાંઠા કલેકટર તરીકે બદલી કરાયા
ભાવનગરના મ્યુનસીપલ કમીશનર તરીકે એન.વી ઉપાધ્યાયને મુકાયા
એસ.કે.મોદીની નર્મદા-રાજપીપળાના કલેકટર તરીકે નિમણૂક આપવામાં આવી
પોરબંદરના કલેકટર કે.ડી.લાખાણીને ગાંધીનગર શ્રમ નિયામક નિમણૂક અપાઇ છે.
એન.એન.દવેની બદલી કરી કલેક્ટર વલસાડ તરીકે નિમણૂક કરવામાં આવી
નરેન્દ્ર કુમારને ગાંધીનગરમાં સહકારી મંડળીના રજીસ્ટ્રાર તરીકે મુકવામાં આવ્યા
એસ.ડી. ધાનાણીની દ્રારકાથી બદલી કરી પોરબંદરના કલેકટર બનાવાયા
બી.જે.પટેલને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે બદલી
લલિત નારાયણ સિંઘ સાંડુની રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર તરીકે નિમણૂક કરવામાં આવી