ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાના વિવાદ મામલે ફોરેસ્ટ ગાર્ડના (Forest Beat Guard Exam) ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ગાંધીનગર સેકટર 11 રામકથા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે આ દરમિયાન ઉમેદવારોની સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની (Yuvraj Singh jadeja) પણ અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે બે દિવસ પછી યુવરાજસિંહ પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા છે
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં CBRT પદ્ધતિ નાબૂદ કરી ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ગઈકાલથી ગાંધીનગરમાં આંદોલન કરનાર ઉમેદવારોને કાલે સવારથી પોલીસે ડિટેઇન કર્યા છે. અત્યાર સુધીમાં 300 જેટલા ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હવે ઉગ્ર આંદોલનના 30 કલાક બાદ ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોની એક માંગ સ્વીકારી છે. 25 ગણા ઉમેદવાની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બીજીતરફ સરકારે 9 તારીખે પરિક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની હૈયાધારણા આપી છે, જોકે, ઉમેદવારો આજે જ યાદી જાહેર કરો તેવી માંગ કરી રહ્યા છે. રાત્રે પોલીસે ઉમેદવારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ઉમેદવારો ન માનતા વધુ 20 જેટલા ઉમેદવારોને ડીટેઈન કર્યા હતા. હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25 ગણા ઉમેદવારના પરિણામ જાહેર કરવાની સાથે દરેક ઉમેદવાર એકબીજાના ગુણ જોઈ શકે એ વ્યવસ્થા પર વિચારણા ચાલું છે. ત્યારે આજે બે દિવસ પછી યુવરાજસિંહ પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા છે.
યુવરાજસિંહે (Yuvraj Singh jadeja) પોલીસ અટકાયતમાંથી મુક્ત થયા બાદ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતુ કે, અમને સવારના 6 વાગે રામ કથા મેદાનમાંથી અટકાયત કરી લીધા હતા. અને અમને રાત્રે 12 વાગે મુક્ત કરવામા આવ્યા હતા. કાયદામાં આટલી બધી અટકાયત કરવાનો કોઈ પ્રાવધાન નથી છતા પણ આ લોકોએ ગેરકાયદેસર રીતે આટલી બધો ટાઈમ અમારી અટકાયત કરી રાખી. કાલે તેમને મને કોર્ટમાં હાજર કરવા જોઈતા હતા. અમે વિદ્યાર્થીઓના ન્યાય માટે આવ્યા હતા પોલીસે અમને માનસિક રીતે હેરાન કરવા સિવાય કશું કર્યું નથી. અમને તોડવાના કોશિશ કરી રહી છે . મને મેન્ટલી ટોરચિંગ કરવામા આવ્યું. આ સાથે જ ઇન્ટરવ્યૂમાં યુવરાજસિંહે પોલીસ ઉપર અનેક આક્ષેપો લગાવ્યા હતા તેમજ પોલીસનું કામ રક્ષક કરવાનું છે તે ભક્ષકની ભૂમિકા ભજવી રહી છે તેવા ગંભી આક્ષેપો યુવરાજસિંહે પોલીસ ઉપર લગાવ્યા હતા તેમજ ઉમેદવારોની મજબૂરીનો ફાયદો પોલીસે ઉઠાવવાયો છે તેવું યુવરાજસિંહ જણાવ્યું હતું તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે જો લાઠી ચાર્જ કરવાનો પોલીસને વધુ શોખ હોય તો મોરબી કાંડ રાજકોટની કાંડ તેમજ અન્ય ઘટનાઓના આરોપીઓને અને તેમાં સંકળાયેલા લોકો ની ઉપર લાઠીચાર્જ પોલીસે કરવો જોઈએ…..
તમને જણાવી દઈએ કે, ફોરેસ્ટ બીર્ટ ગાર્ડના ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ તેમની એક માંગ સ્વીકારવામાં આવી છે.ફોરેસ્ટ ભરતીમાં અગાઉ 8 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં હવે વધુ 25 ગણું મેરિટ જાહેર કરાશે. આ સિવાય 9 તારીખે પરિક્ષાર્થીઓની યાદી જાહેર કરવાની પણ વાત મળી રહી છે. જો કે ઉમેદવારોની મુખ્ય માંગ તે છે કે, CBRT પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે અને ફોરેસ્ટમાં ખાલી જગ્યાઓ પર ભરતી કરવા હાલની જગ્યામાં વધારો કરવામાં આવે. ત્યારે સરકારે ઉમેદવારોની એક માંગોનો સ્વીકાર કરી હૈયાધારણા આપી છે તો હવે આગામી દિવસોમાં આંદોલન પુરુ થાય છે કે પછી તેમાં નવો વળાંક આવે છે તે જોવું રહ્યું…