Kangana Ranaut On Vinesh Phogat: ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં(Paris Olympic 2024) ઈતિહાસ રચ્યો છે. તેણે મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં શાનદાર એન્ટ્રી કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. આ રીતે વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી દેશની પ્રથમ મહિલા રેસલર બની છે. ‘ધાકડ ગર્લ’એ સેમિફાઇનલમાં ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન લોપેઝ સામે 5-0થી જોરદાર પરાજય આપ્યો હતો. આખો દેશ વિનેશ ફોગટને તેની જીત પર અભિનંદન આપી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે(kangana ranaut) તેમને માત્ર અભિનંદન જ નહીં પરંતુ તેમની ઝાટકણી કાઢી. તેમજ કુસ્તીબાજ વિનેશના બહાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
અભિનેત્રી કંગના રનૌતે (kangana ranaut)કુસ્તીબાજ વિનેશ ફોગટની (Vinesh Phogat)જીત પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘હું પ્રાર્થના કરું છું કે ભારતને તેનો પહેલો ગોલ્ડ મેડલ મળે. વિનેશ ફોગાટે એક વખત આંદોલનમાં ભાગ લીધો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે ‘મોદી તમારી કબર ખોદશે.’ આ વાક્ય પછી પણ વિનેશને દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી હતી. તેમને શ્રેષ્ઠ તાલીમ, કોચ અને સંપૂર્ણ સુવિધાઓ આપવામાં આવી હતી. લોકશાહી અને સારા નેતાની આ જ ઓળખ છે.
કંગના રનૌતની(kangana ranaut) આ પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ દ્વારા તેણે ક્યાંક ને ક્યાંક રેસલર વિનેશ ફોગાટ પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે ગત વર્ષે કુસ્તી મહાસંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. આ આરોપ બીજા કોઈએ નહીં પણ વિનેશ ફોગાટે લગાવ્યો છે. આ પછી કુસ્તીબાજ સમુદાયે તેમનો ઘણો વિરોધ કર્યો હતો. જ્યારે ફોગાટ લાંબા સમયથી કુસ્તીથી દૂર રહ્યા હતા.
વિનેશ ફોગાટે (Vinesh Phogat) લાંબા સમય બાદ કુસ્તીમાં ફરી એન્ટ્રી કરી અને પરત આવતા જ તેણે પેરિસ ઓલિમ્પિકમાં રેકોર્ડ બનાવ્યો. તેણીએ પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લીધો હતો અને યુક્રેનની ઓસાના લિવાચ સામે કારમી હાર આપી હતી. આ પછી, તેણે સેમિફાઇનલમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. તેમનું પ્રદર્શન ખરેખર દેશ માટે ગૌરવની ક્ષણ બની ગયું છે. હવે અમે વિનેશ ફોગાટની ફાઈનલ જીતીને દેશને ગોલ્ડ અપાવવાની રાહ જોઈ રહ્યા છીએ.