Gujarat Weather Update: ગુજરાતભર(All Gujarat)માં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે. બે દિવસથી છુટાછવાયા વરસાદ પડી રહયો છે. ત્યારે જાણીતા હવામાન વિભાગે (Weather Forecast Gujarat)ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે. હવામાન વિભાગે રાજયમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી કરી છે..
હવામાન વિભાગની (Weather Forecast Gujarat)આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વરસાદી (rain)માહોલ રહેશે.પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી 24 કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. જેના કારણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ(Ahmedaabd), આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ,દમણ, દાદરા નગર હવેલીમાં થંડર સ્ટોમ એક્ટિવિટી થશે. 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્ય વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની (Weather Forecast Gujarat)માહિતી પ્રમાણે વરસાદી એક સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 8 અને 9 ઓગસ્ટના સુરત(Surat) નવસારી વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. જયારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. તેમજ બીજી સિસ્ટમ બનતા મધ્ય પ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. તેમજ અમુક ભાગમાં ભારે વરસાદની શક્તા રહેશે. અન્ય તારીખો સાથે જણાવ્યું કે, 10 થી 12 ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.
આ સાથે હવામાન વિભાગે (Weather Forecast Gujarat)માહિતી આપતા કહ્યું કે 14 થી 16 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 16 થી 18 ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગમાં વરસાદ થશે. 19 થી 22 ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે. 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ ચડે ત્યા વરસાદ પડે. 30 ઓગસ્ટના અને 8 સપ્ટેમ્બરના ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.