Gujarat Rain Update: રાજ્યમાં હાલ વરાપની સ્થિતિ સર્જાઇ છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લુ દેખાઇ રહ્યુ છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં બપોર બાદ વરસાદ(Rain) તૂટી પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ આજે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે.. આજે અમદાવાદના એસજી હાઈવે, સોલા, ગોતા, એલિસબ્રિજ, પાલડી, જમાલપુર, લાલદરવાજા, ખાડિયા, આંબાવાડી, શ્યામલ, માણેકબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમજ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આ સિવાય એસપી રિંગ રોડ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, સુભાષબ્રિજ, શાહીબાગ, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે, અમદાવાદ (Ahmedabad)અને ગાંધીનગરમાં(Gandhinagar) બે દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે