Vinesh Phogat: પેરિસ ઓલિમ્પિકમાં અંતિમ કુસ્તી મેચ પહેલા ગેરલાયક ઠરેલી ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટના(Vinesh Phogat ) મેડલ પર આજે નિર્ણય લેવામાં આવશે. વિનેશ માટે એક સારા સમાચાર એ છે કે જાણીતા ભારતીય વકીલ હરીશ સાલ્વે તેને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવાના કેસમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)નું પ્રતિનિધિત્વ કરશે.
ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને કિંગ્સ કાઉન્સેલ સાલ્વેએ પુષ્ટિ આપી કે તેમની નિમણૂક IOA દ્વારા કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં વિનેશ ફોગાટનો કેસ લડવા માટે કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વિનેશને (Vinesh Phogat )તેના 50 કિલો વજનની શ્રેણીમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી કારણ કે તેનું વજન ફાઈનલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. હવે વિનેશે CASમાં તેની સામે કેસ દાખલ કર્યો છે.
CASમાં આજે એટલે કે 9મી ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે સુનાવણી શરૂ થશે. કુલભૂષણ જાધવનો કેસ ઈન્ટરનેશનલ કોર્ટમાં લડવામાં આવ્યો હતો..આ પહેલા હરીશ સાલ્વે પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટમાં કેસ લડી ચૂક્યા છે. લાખો રૂપિયાની ફી વસૂલતા સાલ્વે તે સમયે એક રૂપિયો પણ લેતા ન હતા. આ મામલામાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.