Gujarat Weather Update: રાજ્યમાં(Gujarat) ટૂંકા વિરામ બાદ મેઘરાજા(Rain) ફરી સક્રિય થયા છે. રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાઇ રહ્યો છે, આવામાં હવામાન વિભાગની આગાહી (Gujarat Rain Forecast) સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની (Rain) આગાહી છે. જ્યારે આજે ગુજરાતના 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી (Gujarat Rain Forecast) અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે. ગુજરાતના તમામ જિલ્લામાં આજે થંડર સ્ટ્રોમની વોર્નિંગ છે. તેમજ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમારો માટે વોર્નિંગ પણ આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગ માહિતી પ્રમાણે પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.
હાલ ગુજરાતમાં બીકાનેર પર મોન્સુન ટ્રફના લીધે આજે ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગર માટે આજે સામાન્યથી હળવા વરસાદ અને થંડર સ્ટ્રોમની વોર્નિંગ છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 514 મિલિમીટર વરસાદ નોંધાયો છે. અને તે સામાન્ય કરતાં 11 ટકા વધુ વરસાદ પડ્યો છે.