રેસલિંગઃ રેસલિંગમાં ભારત માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. ભારતીય મહિલા રેસલર રીતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ છે. આ રીતે 21 વર્ષની રિતિકા હુડ્ડાનું મહિલા ફ્રીસ્ટાઈલ 76 કિગ્રાની સેમીફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ભારતીય કુસ્તીબાજને ક્વાર્ટર ફાઈનલમાં કિર્ગિસ્તાનના કુસ્તીબાજ આઈપેરી મેડેત કૈઝ્યાએ પરાજય આપ્યો હતો. રિતિકાને હરાવનાર કુસ્તીબાજ વિશ્વની નંબર-1 રેસલર છે. છેલ્લા પોઈન્ટ ગુમાવવાના આધારે હુડ્ડા કિર્ગિસ્તાની કુસ્તીબાજ સામે 1-1થી ડ્રોમાં હારી ગઇ હતી.
હજી બ્રોન્ઝ મેડલ જીતવાની તક
અગાઉ રિતિકાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હંગેરીની બર્નાડેટ નાગીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. મહિલા ફ્રી સ્ટાઇલ 76 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી દેશની પ્રથમ કુસ્તીબાજ 21 વર્ષની રિતિકા ભલે સેમી ફાઇનલમાં ન પહોંચી શકી હોય, પરંતુ તેની પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક હજુ પણ બની શકે છે. વર્ષ 2023માં અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી રિતિકાએ હવે કિર્ગિસ્તાનની એપેરી મેડેટ કિઝીગીને ફાઇનલમાં પહોંચવા માટે પ્રાર્થના કરવી પડશે જેથી તે રિપેચેજ દ્વારા બ્રોન્ઝ મેડલ મેચમાં પહોંચી શકે. જો મેડેટ ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ જાય, તો ભારતનું પેરિસ ગેમ્સ અભિયાન 6 મેડલ સાથે સમાપ્ત થશે..