heavy rain Forecast: ગુજરાતમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે બપોરની આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે અને વરસાદની તીવ્રતા અંગેની આગાહી આપી છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ આપવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને,દીવમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટની આગાહી છે.
આ સાથે હવામાન વિભાગે આવતીકાલ એટલે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી આપી છે. જેમા તેમણે બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગર માટેની આગાહીમાં હવામાન વિભાગે જણાવ્યુ કે, બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.