Gujarat Rain Forecast: ગુજરાતમાં( Gujarat) હવે વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાતના મોટોભાગના વિસ્તારોમાં હાલ વરસાદી વાતાવરણ છવાયેલું રહે છે પરંતુ ભારે વરસાદ નથી પડી રહ્યો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ રાજસ્થાનના બિકાનેર પાસે એક મોન્સૂન ટ્રફ છે જેના કારણે ગુજરાતમાં સામાન્ય વરસાદ (rain) વરસી રહ્યો છે. તો હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 13 ઓગસ્ટ બપોરે એક વાગ્યા સુધીમાં ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે ગાજવીજ અને પવન ફૂંકાવવાની પણ આગાહી આપવામાં આવી છે..
હવામાન વિભાગની (Meteorological Department) આજે એટલે મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા દક્ષિણ ગુજરાતના સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ચાર જિલ્લાઓમાં સામાન્ય ગાજવીજ અને 40 કેએમપીએચની ઝડપે પવન ફૂંકાવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. આ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
જ્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 34 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે. જેમાં નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, આણંદમાં ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.6 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, ડભોઈમાં 2.2 ઈંચ, હાલોલ અને ડોલવણમાં 2 ઈંચ, વલોડમાં 1.8 ઈંચ, સુબીરમાં 1.7 ઈંચ, મહુવામાં 1.6 ઈંચ, વાંસદામાં 1.6 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ, સાવલીમાં 1.5 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, પેટલાદમાં 1.4 ઈંચ, મોરવા હડફમાં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે.