Sensex Closing Bell: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 692.89 (0.86%) પોઈન્ટ ઘટીને 78,956.03 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 208.00 (0.85%) પોઈન્ટ ઘટીને 24,139.00 પર બંધ થયો હતો.
સપ્તાહના બીજા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 692.89 (0.86%) પોઈન્ટ ઘટીને 78,956.03 પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી 208.00 (0.85%) પોઈન્ટ ઘટીને 24,139.00 પર બંધ થયો હતો. મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, એચડીએફસી બેંકના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે એસબીઆઈ અને ટાટા સ્ટીલના શેરમાં બે-બે ટકાનો ઘટાડો થયો હતો.
સેન્સેક્સના શેરોમાં એચડીએફસી બેન્કે જ બજારમાં 378 પોઇન્ટના ઘટાડા માટે ફાળો આપ્યો હતો. એસબીઆઈ, આઈટીસી, ટાટા મોટર્સ અને બજાજ ફાઈનાન્સના શેર પણ લાલ નિશાનમાં બંધ થયા હતા. દરમિયાન, BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી રૂ. 4.45 લાખ કરોડ ઘટીને રૂ. 445.37 લાખ કરોડ થઈ હતી.