Kolkata Rape Murder Case: કોલકાતા ડોક્ટર રેપ અને મર્ડર કેસ પર કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) પહેલી પ્રતિક્રિયા આવી છે. પશ્ચિમ બંગાળની મમતા સરકાર આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ લગાવતા વિપક્ષના નેતાએ ન્યાયની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) બુધવારે ટ્વિટર (x) પર લખ્યું, ‘કોલકત્તામાં જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘૃણાસ્પદ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. જે રીતે તેની સામે આચરવામાં આવેલા ક્રૂર અને અમાનવીય કૃત્યોનો પર્દાફાશ થઈ રહ્યો છે, તેના કારણે ડોક્ટર સમુદાય અને મહિલાઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.
‘આરોપીને બચાવવાનો પ્રયાસ કરાયો’
મમતા સરકાર (Mamta Sarkar) પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘પીડિતાને ન્યાય આપવાને બદલે આરોપીને બચાવવાનો પ્રયાસ હોસ્પિટલ અને સ્થાનિક વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે મેડિકલ કોલેજ જેવી જગ્યાએ ડોકટરો જ સલામત નથી તો માતા-પિતાએ પોતાની દીકરીઓને ભણવા માટે કયા આધારે વિશ્વાસ કરવો?
‘ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળતા મળે છે?’
નિર્ભયા કેસનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના સાંસદે વધુમાં કહ્યું કે, નિર્ભયા કેસ બાદ બનેલા કડક કાયદા પણ આવા ગુનાઓને રોકવામાં કેમ નિષ્ફળ રહ્યા છે? હાથરસથી ઉન્નાવ અને કઠુઆથી કોલકાતા સુધી મહિલાઓ વિરુદ્ધ સતત વધી રહેલી ઘટનાઓ પર દરેક પક્ષો અને દરેક વર્ગે ગંભીર ચર્ચા કરવા અને નક્કર પગલાં લેવા માટે એકસાથે આવવું પડશે.