સીબીઆઈ કેસમાં દિલ્હી દારૂ કૌભાંડ કેસના આરોપી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની ખંડપીઠે આ કેસમાં વચગાળાના જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સીબીઆઈને નોટિસ પાઠવી છે. તમને જણાવી દઈએ કે કેજરીવાલે જામીન અને ધરપકડને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી છે.
કેજરીવાલની જામીન અરજી પર હવે સુપ્રીમ કોર્ટમાં 23 ઓગસ્ટે સુનાવણી થશે. સીબીઆઈએ 23મી ઓગસ્ટ સુધીમાં જવાબ આપવાનો રહેશે. સિંઘવીએ તબિયતના કારણોને ટાંકીને તાત્કાલિક વચગાળાના જામીનની માંગણી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને વચગાળાના જામીનની માંગને ફગાવી દીધી હતી.
સિંઘવીએ કહ્યું હતું કે મેં વચગાળાની જામીન અરજી કરી છે, સ્વાસ્થ્યની સમસ્યા છે. મેં કહ્યું છે કે કેજરીવાલને વચગાળાના જામીન આપવામાં આવે. ED કેસમાં નીચલી કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા છે પરંતુ હાઈકોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે ખુદ ED કેસમાં વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કેજરીવાલ વતી એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દલીલો રજૂ કરી હતી.