ગાંધીનગરના (Gandhinagar)સેક્ટર- 30 સાબરમતી નદીમાં અમદાવાદથી(Ahmedabad) ટેમ્પામાં મૂર્તિ પધરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા. ત્યારે એક બાર વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જેને બચાવવા માટે પાંચ લોકો નદીમાં કૂદ્યા હતા. જોકે, ઊંડા પાણીમાં ગરકાવ થતાં એક બાદ એક ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે.
ગુજરાતના ગાંધીનગરના(Gandhinagar)સાબરમતી નદીના દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પઘરાવવા દરમ્યાન ઘટી હતી. મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવતા એક બાર વર્ષની કિશોરી નદીના પડી હતી. જેને બચાવવા માટે પાંચ લોકોએ પ્રયાસ કર્યા હતા. જેમાંથી બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે અન્ય ત્રણના ડૂબી જવાથી મોત થયા હતા. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા (અમરાઈવાડી), ભારતી બેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી છે. બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસનો દોર ચલાવી રહી છે.