અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ડબલ ટેકર ટ્રેનને સુરત નજીક અકસ્માત નડ્યો હતો. પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. જેથી મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતની જાણ રેલવેનો ટેક્નિકલ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે અમદાવાદથી મુંબઇ જઇ રહેલી પેસેન્જરો ભરેલી ડબલ ડેકર ટ્રેન નંબર (12935) ના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા. ડબ્બા છુટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ મામલે જાણકારી મળતા જ રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથધરી હતી. આ ઘટના કઈ રીતે બની તે અંગે હાલમાં રેલવેની ટેક્નિકલ ટીમ નિરીક્ષણ કરી રહી છે જેમાં ટેક્નિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. તેમજ મહત્વનું છે કે, ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે,અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે,રેલવે વિભાગ તરફથી માહિતી આપવામા આવી છે કે, ,ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે. ત્યારે ટ્રેનો મોડી ચાલી રહી હોવાને કારણે મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે.