Ahmedabad News: મળતી માહિતી પ્રમાણે અમદાવાદની(Amedabad) પોલીસ કમિશનર કચેરીમાં(Office of the Commissioner of Police) ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મીએ જાતે જ ગોળી મારી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલાં જ આ પોલીસકર્મીને નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકવામાં આવ્યા હતા અને રાયલ તથા કારતૂસ આપવામાં આવ્યા હતા. આપઘાતના પગલે પોલીસબેડામાં આઘાતની લાગણી વ્યાપી જવા પામી છે. આ મામલે પોલીસ અકસ્માતનો ગુનો નોંધ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને તપાસના આદેશ પણ આપ્યા છે.
પોલીસકર્મી જીતેન્દ્ર વાઝા બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મુકાયા હતા. બે દિવસ પહેલા જ રાયફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા. હજી સુધી આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ગત મોડીરાત્રે કરેલા આપઘાતની વહેલી સવારે જાણ થઈ હતી. નવી પોલીસ કમિશનર કચેરીમાં બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ હેડ ક્વાર્ટરે વહેલી સવારે 15 ઓગસ્ટને લઈ ધ્વજવંદન કાર્યક્રમ હતો. પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી.