આજે દેશવાસીઓ આઝાદીની ઉજવણીમાં ડૂબેલા છે. 78માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લાની કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા. સંબોધન પહેલા તેમણે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો હતો. મોદીએ લાલ કિલ્લા પર સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પછી પીએમ મોદી સ્વતંત્રતા દિવસ પર સતત 11મું ભાષણ આપનારા ત્રીજા વડાપ્રધાન બન્યા છે. નેહરુને આ સન્માન 17 વખત જ્યારે ઈન્દિરા ગાંધીને 16 વખત આ સન્માન મળ્યું છે.
પીએમ મોદીનું સૌથી લાંબુ ભાષણ
78માં સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લગભગ 97 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આઝાદી પછી વડાપ્રધાનનું આ સૌથી લાંબુ ભાષણ છે. વર્ષ 1947માં તત્કાલિન વડાપ્રધાને 72 મિનિટ ભાષણ આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર 97 મિનિટનું ભાષણ આપીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે 2016માં 94 મિનિટનું ભાષણ આપીને એક રેકોર્ડ બનાવ્યો હતો, જેને તેણે આ વર્ષે તોડી નાખ્યો હતો.
પૂર્વ PM મનમોહન સિંહનો રેકોર્ડ તોડ્યો
મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ સંબોધનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દીધા છે. મનમોહન સિંહે 2004 થી 2014 ની વચ્ચે લાલ કિલ્લા પરથી 10 વખત ત્રિરંગો ફરકાવ્યો હતો. આ મામલે મોદી પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી પછી ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. નેહરુને 17 વખત અને ઈન્દિરાને 16 વખત આ સન્માન મળ્યું હતું.