Gujarat rain forecast: રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં વરસાદની શક્યતા અંગે માહિતી આપી છે હવામાન વિભાગે આજે બે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠામાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે અને સાથે જ યલો એલર્ટ છે. તેમજ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી નથી. આજે નોર્થ-વેસ્ટ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેના લીધે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. હાલ અમદાવાદમાં વરસાદ નથી, તે અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ વરસાદ આપનારી કોઇ સિસ્ટમ ન હોવાને લીધે અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં ખાસ વરસાદ પડી રહ્યો નથી.