કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેશે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે
આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે.રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હળતાળ પર ઉતરતા OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. જો કે, ઇમર્જન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે. જો કે ડોક્ટરોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોક્ટરોએ કડક ન્યાય અને કડક પગલાંની માગણી કરી છે. . જ્યા સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવાનું જણાવ્યું છે. આજે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા 400 જેટલાં તબીબો હડતાળ પર ઉતર્યા છે.
આ ઘટના મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને નિર્ણય લીધો છે કે, તેઓ 24 કલાક હડતાળ પાડશે, દેશભરના ડોક્ટર શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાળ કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં આ નિર્ણય લીધો છે. જો કે, ર્દીઓને હાલાકી ન પડે તેના માટે ઇમરર્જન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવા ચાલુ રાખવામાં આવશે.