રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટીવી એક્ટર ગુરુચરણ સિંહ ગયા વર્ષે ગુમ થવાના સમાચારને કારણે ચર્ચામાં હતો. જોકે બાદમાં તે સુરક્ષિત ઘરે પરત ફર્યો હતો. તો હવે ગુરુચરણને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેતાની તબિયત ખૂબ જ બગડી છે, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેની હાલત જોઈને ચાહકો પરેશાન છે.
વીડિયો પોસ્ટ કરી આપી માહિતિ ‘તારક મહેતા’ના ગુરચરણ સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે ફેન્સને પોતાની બીમારી વિશે જાણકારી આપી છે. વીડિયોમાં ગુરુચરણ હોસ્પિટલમાં છે અને બેડ પર સૂતો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં વિગો જોવા મળે છે. આ વીડિયોમાં તે ખૂબ જ કમજોર દેખાઈ રહ્યો છે. તે કહે છે, ‘સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
ફેન્સમાં ફરી વળ્યું ચિંતાનું મોજું
દરેક વ્યક્તિ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં મોટાભાગના યુઝર્સ તેને તેની બીમારી અને તેની સાથે શું થયું છે તે વિશે પૂછી રહ્યાં છે.