સુપ્રીમ કોર્ટે કડક વલણસુપ્રીમ કોર્ટે કડક વલણરાજસ્થાન સરિસ્કા ટાઇગર રિઝર્વ કેસ સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. વાત જાણે એમ છે એમ છે કે, સરિસ્કા ટાઇગર રિઝર્વ સંબંધિત કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે બુધવારે કડક વલણ અપનાવ્યું અને એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી 60થી વધુ ખાણોને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. સરિસ્કા ક્રિટિકલ ટાઈગર હેબિટેટ (CTH) ની આસપાસ ખાણકામ પ્રવૃત્તિઓ અંગે રાજસ્થાન સરકારના વલણ પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. સરિસ્કા ટાઈગર રિઝર્વ સંબંધિત કેસની સુનાવણી કરીને કહ્યું કે સુપ્રીમ કોર્ટે બુધવારે કડક વલણ અપનાવી એક કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી 60થી વધુ ખાણોને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે.
એ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ એસવીએન ભાટી અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ આ અરજી પર સુનાવણી કરી રહી હતી. એમિકસ ક્યુરી પરમેશ્વરાએ કોર્ટને જણાવ્યું હતું કે સરિસ્કા ક્રિટિકલ ટાઈગર હેબિટેટ (CTH)ના એક કિમીની ત્રિજ્યામાં લગભગ 110 ખાણો કાર્યરત છે. જોકે રાજસ્થાન તરફથી હાજર રહેલા ASG ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું હતું કે, 110 ખાણોમાંથી માત્ર 68 જ સક્રિય છે અને બાકીની બંધ છે. જેના પર કોર્ટે 68 ખાણોને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બેન્ચે એં કહ્યું કે અમારો નિર્ણય સ્પષ્ટ છે. ટાઈગર રિઝર્વ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય કરતાં વધુ ઊંચાઈ પર સ્થિત છે. રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્યને જે પણ સંરક્ષણ આપવામાં આવે છે તે આપમેળે વાઘ અભયારણ્યને લાગુ પડે છે જેને પહેલાથી જ વધારાના રક્ષણની જરૂર છે. જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની ખંડપીઠે કહ્યું કે, વાઘ અનામતના બફર ઝોનમાં જે પણ ગતિવિધિઓ ચાલી રહી છે તેને અન્યત્ર ખસેડવી પડશે.