હવામાન વિભાગના પ્રમાણે, ગુજરાતમાં 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા રાજયના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે.
અમદાવાદ: ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. એટલા માટે દરેક ગુજરાતીએ આકરી ગરમી માટે તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે આપેલી આજની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ રાજયના અનેક વિસ્તારોમાં હીટવેવની વોર્નિંગ આપવામાં આવી છે. તેમજ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી દેવામાં આવી છે. આ સાથે આ 24 કલાકમાં હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 24કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે. મહીસાગર, તાપી ,ડાંગ, દાહોદ, જામનગર, રાજકોટ, ભાવનગર અને બોટાદમાં છૂટાછવાયા સ્થળે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આ સાથે હવામાન વિભાગની જાણકારી મુજબ આવતીકાલથી પાંચ દિવસ માટે મહત્તમ વધતું જ રહેશે. પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાવનગર, દ્વારકા, કચ્છમાં બે દિવસ માટે હીટવેવની અગાહી આપવામાં આવી છે તેમના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં આગામી 5 દિવસ હીટવેવની શક્યતા છે.. અગામી 5 દિવસ અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. 24 કલાકમાં અમદાવાદ 43.6 ડીગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી મહત્તમ નોંધાયુ છે. રાજ્યમાં સૌથી વધારે તાપમાન અમદાવાદનું નોંધાયુ છે. આગામી પાંચ દિવસ અમદાવાદમાં 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અને એ જ સાથે ગાંધાનગરમાં 43 ડિગ્રીની તાપમાન રહેવાની શક્યતા છે.
રાજયના ક્યા જિલ્લાઓમાં હીટવેવની આગાહી…
હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, 19થી 21મી તારીખે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ સાથે તેમણે માહિતી આપી હતી કે, ગત 24 કલાકમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત અને વલસાડમાં હીટવેવ નોંધાયુ હતુ. આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં હીટવેવ રહે તેવી આગાહી પણ આપવામાં આવી છે.હવામાન વિભાગ પ્રમાણે, 17 અને 18મી તારીખે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. 21મી તારીખ સુધીમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે.