કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર નુહ જિલ્લાના ધુલાવત ગામ પાસે એક ચાલતી બસમાં આગ લાગતાં આઠ લોકો જીવતા દાઝી ગયા હતા. તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. બસમાં મુસાફરી કરી રહેલા 60 લોકોમાંથી 20થી વધુ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમાં ઘણા બાળકો અને મહિલાઓ પણ છે.
આ અકસ્માત રાત્રે પોણા બે વાગ્યાની આસપાસ બન્યો હતો. બસ પંજાબના હોશિયારપુર અને ચંદીગઢમાં રહેતા લોકોને લઈ જઈ રહી હતી. સાત દિવસ માટે એક ટુરિસ્ટ કંપનીની બસ બુક કરી ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા નીકળ્યો હતો. આ અકસ્માત મથુરા અને વૃંદાવનથી ચંદીગઢ જતી વખતે થયો હતો.
સરકારી શહીદ હસન ખાન મેવાતી મેડિકલ કોલેજ, નલ્હારમાં નવ મૃતદેહો રાખવામાં આવ્યા છે, જેમાંથી છ મહિલાઓના અને ત્રણ પુરુષોના છે અને આઠ વ્યક્તિઓ ઘાયલ છે.