ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાના પરિણામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પંચાયત સેવા વર્ગ-૩ ની નાયબ ચીટનીશ/વિસ્તરણ અધિકારી ની ખાતાકીય પરીક્ષા 2023-24નું પરિણામ મંડળ દ્વારા જાહેર કરી વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્યું છે. આ અંગે હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપી છે.
ગુજરાત પંચાયત સેવા વર્ગ-3 ની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. વિગતો મુજબ નાયબ ચીટનીશ અધિકારીની ખાતાકીય પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.
નોંધનીય છે કે, આ ખાતાકીય પરીક્ષા 2023-24માં લેવામાં આવી હતી. આ તરફ હવે હસમુખ પટેલે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી છે. મહત્વનું છે કે, આ પરીક્ષાનું પરિણામ પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવ્યુ છે.