બોલીવુડની અનેક અપડેટ સામે આવતી હોય છે. હાલ જ રાની મુખર્જી અને અનીલ કપૂરની ફિલ્મ નાયકને લઈને આવી છે.વર્ષ 2001માં આવેલી અનિલ કપૂર-રાની મુખર્જીની ફિલ્મ ‘નાયક’ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.
આ ફિલ્મમાં અનિલ કપૂરની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ બન્ને ઉપરાંત ફિલ્મમાં અમરીશ પુરી અને પૂજા બત્રા પણ હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ હતી.
હવે એક રિપોર્ટ અનુસાર નિર્માતા દીપક મુકુટે નાયકને લઈને અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું છે કે ફિલ્મની સ્ટોરી જ્યાં પુરી થઈ હતી તેનો બીજો ભાગ ત્યાંથી જ શરૂ થશે. તેમણે લાંબા સમય પહેલા જ ફિલ્મના સીક્વલના રાઈટ્સ ખરીદી લીધા હતા.
જો બધુ પ્લાનના હિસાબથી ચાલ્યું તો નાયક 2માં અનિલ અને રાની મુખર્જીની જોડી જોવા મળશે. બનેન્ના પાત્રને ધ્યાનમાં રાખીને જ સીક્વલની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. અનિલ રાની એક વખત ફરી સીક્વલમાં સાથે જોવા મળશે.