VIRAL NEWS: સુરતના તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના આસામમાં સામે આવી છે. આસામના સિલચર શહેરમાં એક ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગ પરથી પડી જતાં એક બાળકીને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આગ બુઝાવવા માટે પાંચ ફાયર ટેન્ડરો પહોંચ્યા હતા. કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસવે પર શુક્રવારની મોડી રાત્રે નુહ જિલ્લાના ધુલાવત ગામ પાસે એક ચાલતી બસમાં આગ લાગતાં નવ લોકો જીવતા દાઝી ગયા હતા.
આસામના કચર જિલ્લાના સિલચર શહેરમાં શ્યામા પ્રસાદ રોડ પર સ્થિત કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ વસુંધરા એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગી તે સમયે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા.
વિદ્યાર્થીઓને સીડી નીચે પટકાયા હતા
આગ લાગ્યા બાદ જ્યારે વિદ્યાર્થીઓને ખબર પડી કે તેઓ નીચે જઈ શકશે નહીં, ત્યારે તેઓ બધા એપાર્ટમેન્ટની છત પર દોડી ગયા, ત્યારબાદ લોકોએ સીડીઓ ગોઠવી અને વિદ્યાર્થીઓને છત પરથી નીચે ઉતાર્યા.