Pollution mafias: રાજયમાં ફરી એક વખત પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે ત્યારે અમદાવાદમાં વટવા GIDC વિસ્તારમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે. કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર દોઢ કિલોમીટરની કોઈની પણ પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના દોઢ કિલોમીટરની પાઈપલાઈન ખોદી નાખતા GPCBએ 25 લાખનો દંડ ફટકાર્યો છે.
આ બાબતે વઘુ જાણકારી મેળવીએ તો અમદાવાદના વટવામાં આવેલા GIDC વિસ્તારમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા છે. એ જ સાથે કેમિકલ વેસ્ટના નિકાલ કરવા માટે GIDC ફેઝ-2માં આવેલી ડાય-ઓ-કેમ કંપનીએ બારોબાર દોઢ કિલોમીટરની પાઈપલાઈન ખોદી નાખી કેમિકલ વેસ્ટ નજીકમાં આવેલી કેનાલમાં ઠલવવામાં આવતો હતો. જે ગેરકાયદે રીતે કલર અને ડાય બનાવતી કંપનીએ કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના AMC, પોલીસ અને GPCBને જાણે ખુલ્લો પડકાર ફેંકતી હોય તેમ બારોબાર પાઈપલાઈન ખોદી નાખી. કંપની દ્વારા ઠલવવામાં આવતા કેમિકલ વેસ્ટના દૃશ્યો પણ અહીં કેમેરામાં કેદ થયા છે.
વટવા GIDCની કંપનીને 25 લાખનો દંડ કરાયો
જાણકારી પ્રમાણે સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થનારા લોકો માટે પોતાનું નાક અને મોં ઢાંક્યા વિના પસાર થઈ શક્તા નથી. એટલી હદે તીવ્ર માત્રામાં અહીંથી કેમિકલનું પ્રોડક્શન ચાલતુ હોય છે. તેના કારણે સ્થાનિકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર વટવામાં આવેલી આ ડાય-ઓ-કેમ કંપની જ નહીં આવી અનેક કંપનીઝ આવેલી છે જે ગેરકાયદે કેમિકલ વેસ્ટ કરે છે. પરંતુ પકડાઈ નથી. હાલ તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના ધ્યાને આ બાબત આવતા જ તેમણે તપાસ આદરી હતી અને 8 દિવસની તપાસ બાદ GPCBએ વટવા GIDC ફેઝ-2 માં આવેલી ડાય- ઓ – કેમ કંપની પર કાર્યવાહી કરતા 25 લાખનો દંડ ફટકાર્યો છે. એ જ સાથે કંપની સામે દંડનિય કાર્યવાહીની સાથોસાથ ક્લોઝર નોટિસ અને પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.