રાજયમાં ફરી એક વખત મોટી દુર્ધટના બની છે. જેમાં ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી 5 બાળકીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડા ધોવા અને ન્હાવા માટે ગઈ હતી. જેમાંથી 4 બાળકીઓના કરુણ મોત થયું છે.
https://www.instagram.com/reel/C7Ohe8Fisr6/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના બોરતળાવ કાંઠામાં કરૂણ દુર્ઘટના ઘટી છે. તળાવ પાસે કપડાં ધોતી વખતે પાંચ બાળકીઓ ડૂબી જવાની માહિતી મળી છે. કિંજલ, કોમલ, રસમી સહિત કુલ પાંચ બાળકી તળાવમાં ડૂબી ગઇ છે. આ બાળકીઓ તળાવ પાસે કપડાં ધોઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાળકીઓને બચાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ એક જ બાળકીને બચાવી શક્યા હતા.
કઈ રીતે બની ઘટના
બાળકીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડા ધોવા અને ન્હાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એ જ સાથે હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે