Ahmedabad: પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે. આ મેચની વિજેતા ટીમ બીજા ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશેઆ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સમયે આ મેચ પહેલા વિરાટ કોહલીની સુરક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી જાણકારી મુજબ વિરાટ કોહલીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.આ ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રિ-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદીની ધટના
તમને જણાકારી આપી દઈએ કે, ગુજરાત પોલીસે સોમવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી આતંકવાદી ગતિવિધિઓની શંકાના આધારે ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓના છુપાયેલા સ્થળની શોધખોળ કર્યા બાદ હથિયારો, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ્ટ સંદેશાઓ જપ્ત કર્યા છે.
રિપોર્ટમાં થયો ખુલાસો
આ મેચ પહેલા એક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, વિરાટ કોહલીને ધમકીઓ મળી હતી, જેના કારણે RCBએ પ્રેક્ટિસ મેચ અને પ્રેસ કોન્ફરન્સ રદ કરી દીધી હતી. મળતી માહિતી પ્રમાણે ગત સોમવારની રાત્રે ગુજરાત પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર શકમંદોની ધરપકડ કરી હતી. જો કે, હજુ સુધી બંને ટીમો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કોહલીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ રદ કરવામાં આવી હતી.
સુરક્ષા વધારાઈ
આ ઘટના બાદ બેંગલુરુમાં ટીમ હોટલની બહાર સુરક્ષા કડક કરવામાં આવી હતી. તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના તમામ સભ્યો માટે હોટેલમાં એક અલગ એન્ટ્રી બનાવવામાં આવી હતી, જે હોટેલમાં અન્ય કોઈ મહેમાન માટે ઉપલબ્ધ ન હતી. IPL-માન્યતા પ્રાપ્ત મીડિયા કર્મચારીઓને પણ હોટેલ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી. સુરક્ષાની ચિંતાઓને કારણે રાજસ્થાન અને બેંગલુરુ ટીમ મેનેજમેન્ટને મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ રદ કરવાની ફરજ પડી હતી.