1 જૂનથી નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમો 2024 લાગુ થઈ રહ્યા છે. જેની જાણકારી દરેક વ્યક્તિને હોય તે ખુબ જરૂરી છે. ત્યારે 1 જૂન, 2024થી RTO નવા વાહન નિયમો જાહેર કરશે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો જો વધુ ઝડપે વાહન ચલાવે છે તેમને રૂ. 25,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે તેવા નિયમો RTO દ્વારા બહાર પાડવામાં આવશે.
આ નવા ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોમાં અલગ-અલગ પ્રકારના દંડની બહાર પાડવામાં આવશે. જેમાં સ્પીડમાં વાહન ચલાવવા પર: રૂ. 1000 થી 2000 સુધીનો દંડ થશે તેમજ સગીર દ્વારા ડ્રાઇવિંગ: રૂ. 25,000 સુધીનો દંડ કરવામાં આવશે. એ જ સાથે તમને જણાવી દઇએ કે લાયસન્સ વિના વાહન ચલાવવુંઃ રૂ. 500નો દંડ અને હેલ્મેટ ન પહેરવા બદલઃ રૂ. 100નો દંડ થશે, તેમજ ગાડી ચલાવતા સીટ બેલ્ટ ન પહેરવા બદલઃ રૂ. 100નો દંડ થશે.