Rajkot TRP game zone Fire: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લીધું છે. આ મામલે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. હાઈકોર્ટ આવતીકાલે રાજ્યમાં ગેમ ઝોન અંગે નિર્દેશ જારી કરી શકે છે. શનિવારે લાગેલી આ આગમાં 12 બાળકો સહિત 32 લોકોના મોત થયા હતા. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
રાજકોટ આગનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે આવતીકાલે એટલે કે સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. હાઈકોર્ટ આવતીકાલે રાજ્યમાં ગેમ ઝોન અંગે નિર્દેશ જારી કરી શકે છે.
25 મે શનિવારે રાજકોટમાં લાગેલી આગમાં 12 બાળકો સહિત 32 લોકોના મોત થયા હતા. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. SIT ટીમને 72 કલાકમાં રાજ્ય સરકારને તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આગ કેવી રીતે અને શા માટે લાગી? આ અંગે તપાસ કરવામાં આવશે.