2024ના ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. અરજદાર અમીત પંચાલ, રાજ્યના સરકારી વકીલ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સરકારી વકીલ, અમદાવાદ ફાયર વિભાગના અધિકારીઓ કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈ ડાયસ ઉપર આવ્યા હતા.
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્ર પર અનેક કર્યા તીખાં સવાલો
હાઈકોર્ટ દ્વારા તંત્રને જોરદાર ફટકાર લગાવવામાં આવી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્ર પર અનેક સવાલો કર્યા છે. હાઈકોર્ટે કહ્યું કે, ‘શું અમે એવું સમજીએ કે તમે આખ આડા કાન કર્યા હતાં? તમે અને તમારા અધિકારીઓ કરે છે શું?’
ગેમઝોન પર ગયેલા અધિકારી પર હાઈકોર્ટે કહ્યું
મળતી જાણકારી પ્રમાણે હાઈકોર્ટે અધિકારી ઓના ફોટા મુદે કહ્યું કે “જે અધિકારીઓ ત્યાં રમવા ગયા તે શું કરતા હતા?”
સરકારની મશીનરી પર ભરોસો રહ્યો નથી..
હાઇકોર્ટે કહ્યું હતું, કે ‘અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ ન હતી? તેમજ કોર્ટે RMCને સવાલ પૂછ્યો, કે ‘આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને.’
શું બીજા આરોપીઓ કયા છે
કોર્ટે કહ્યું કે, માલિકો સામે શું કોઇ પગલા લીધા? તે બાબતે સરકારે કહ્યું કે, એકને પકડી લેવાયો છે.અને કોર્ટે કહ્યું કે, બીજા ભાગી ગયા છે? સરકાર કહ્યું કે, તપાસ ચાલુ છે. જે આરોપી નથી પકડાયા તેમની સામે લૂકઆઉટ સર્ક્યુલર જાહેર કરાયો છે. 6 સસ્પેન્ડ કરાયેલ ઓફિસરોમાં TP, એન્જિનિયરિંગ અને પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ છે. અને આ ખૂબ જ દુઃખદ ઘટના છે.